ફેફસાને મજબુત કરવા માટે આવી ગઈ DRDOની નવી એન્ટી કોવિડ દવા, જાણો કોરોના દર્દી માટે કેટલી લાભદાયક..
દેશમાં કોરોનાની બીજી લહેર સામે આવી છે. આ લહેરમાં પુખ્તવય થી લઈને વૃદ્ધ વર્ગના લોકો પણ સંપડાયા છે. જો કે ભારત સરકારે લોકોને રસીકરણ માટે જાગૃત કર્યા છે અને કોરોના વધુ ના ફેલાય તે માટેની તકેદારી રાખવાની પણ સલાહ આપી છે. આ કપરા કાળમાં હાલમાં આપણે દર બીજા દિવસે કોઈના દૂખી સમાચાર પર આપણે શોક જતાવીએ છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે સરકાર તરફથી આપણે નવી દવા અને રસી એ આપણા જીવમાં જીવ લાવે છે. તેથી જ કોરોના સંકટ વચ્ચે DRDOએ દેશમાં એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. DCGI (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા) એ ડીઆરડીઓની એન્ટી કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-DG)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. DRDOએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરીના મદદ અને સહભાગી થી મળીને તૈયાર કરવામાં આવેલ છે. લાભદાયક વાત એ છે કે, આ એન્ટી કોવિડ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે સહાયક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. DRDO ના જણાવ્યા મુજબ, આ ગ્લુકોઝ આધારિત દવાથી કોરોનગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધુ પડતું નિર્ભર રહેવું પડશે નહિ. આ દવાના ચયનથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતન...